સપનામાં.....@અરવિંદ બારોટ.
**************
લાજુડી આજ મારા સપનામાં આવી...!
બોલી નૈ કાંઈ,જરા મરકી,
બોલી નૈ કાંઈ-બસ,મરકી,
પેલ્લા મરકલડે ખંજન પડ્યાં 'ને
બીજે તો મોતીના ઢગલા,
જંતર વાગ્યું જાણે સૂના ઓરડીએ
બોલ્યાં રે લાજુના પગલાં;
બચકામાં બાંધીને ચાંદરણાં લાવી,
લાજુડી આજ મારા સપનામાં આવી !
હળવા રે પગલે આવી,
ધીમેથી ઢોલિયે આવી,
અંબોડો છોડીને વાદળશાં વાળથી
ઢાંકી દીધો મારો ચહેરો,
"ઊઠો રે સાયબા,વા'ણું વાયું"-કહી
છોડ્યો રે પાલવનો પહેરો,
"રૂપના કટોરા પાવા હું આવી."
લાજુડી આજ મારા સપનામાં આવી.
**************
લાજુડી આજ મારા સપનામાં આવી...!
બોલી નૈ કાંઈ,જરા મરકી,
બોલી નૈ કાંઈ-બસ,મરકી,
પેલ્લા મરકલડે ખંજન પડ્યાં 'ને
બીજે તો મોતીના ઢગલા,
જંતર વાગ્યું જાણે સૂના ઓરડીએ
બોલ્યાં રે લાજુના પગલાં;
બચકામાં બાંધીને ચાંદરણાં લાવી,
લાજુડી આજ મારા સપનામાં આવી !
હળવા રે પગલે આવી,
ધીમેથી ઢોલિયે આવી,
અંબોડો છોડીને વાદળશાં વાળથી
ઢાંકી દીધો મારો ચહેરો,
"ઊઠો રે સાયબા,વા'ણું વાયું"-કહી
છોડ્યો રે પાલવનો પહેરો,
"રૂપના કટોરા પાવા હું આવી."
લાજુડી આજ મારા સપનામાં આવી.
No comments:
Post a Comment