લાજુડીનો વર....@અરવિંદ બારોટ
---------------
પોષ મહિનો.
હેમાળા જેવી રાત્યનો બીજો પહોર.
નળિયા વાળા ઘરનો ઓરડો..રંગત ઢોલિયો.
ધડકી ઓઢીને પોઢેલા બે મનેખ.
"આમ ટીકી ટીકીને સું જો' સ ?"
"હું જોતો નથ,પીઉ સું,તારી નમણાશને ...."
"ઘેલો...!"
"તારી કાળી ભમ્મર આંખ્યુંમાં ભૂલો પડ્યો સું.."
"સાવ ગાંડો...!"
"એમ થાય સે કે તારા ગાલના ખાડામાં હન્તાઈ જાઉં..."
"ફટકી ગ્યું સે તારું..!"
અને....સાકરના ગાંગડા જેવું મીઠું હસીને લાજું એના મોહનની છાતીમાં લપાઈ ગઈ...
શગે બળતો દીવો પડખું ફરી ગયો.
*
રાત્યનો ચોથો પહોર.ભળકડું થવાને વાર હતી.
લાજુની આંખ્ય ઊઘડી.ઉર માથે પડેલા મોહનના હાથમાં પે'રેલી ઘડિયાળમાં જોયું.૪ વાગ્યા છે.
વહાલના સરોવરમાં તરવાના થાકથી પંડ્ય તૂટતું 'તું.ભરનીંદરમાં પોઢેલા મોહનના ચહેરા સામે જોયું.
હથેળીથી હેતનું લીંપણ કરીને ઊઠી.
*
પાણિયારેથી દાતણ લઇ ગાયું-ભેંશુને નીરણ કરી.રાધણિયામાં જઇને ચૂલો પેટાવ્યો.ઊનું પાણી મૂકી.સંજવારી કાઢી.
વાડામાં જઇ નાહીને કૂળદેવીના ગોખલામાં દીવો કર્યો "હે,માતાજી !મારું અખંડ એવાતણ રાખજે...!"
*
ઓરડામાં આવી.મોહનના માથામાં અમી ભરેલાં ટેરવાં ફેરવી લાજું બોલી-
"ઊઠો રે સાયબા,વા'ણું વાયુ...!"
મોહનના કાનમાં જાણે સો સો કોયલ ટહુકી.. !
ઘેનઘેરી આંખો ઊઘડી.રૂપની પૂતળીને પોપચાંમાં આંજીને આંખો પાછી મીંચાઈ ગઈ..
"મારો ભોળુડો રાજા એમ નહિ ઊઠે..."
લાજુએ અંબોડો છોડીને અષાઢના મેઘ જેવા વાળમાં મોહનના ચહેરાને ઢબૂરી દીધો...
*
મોહનના હાથમાં દાતણ આપ્યું.ઊના પાણીની તપેલી મૂકી.રાધણિયામાં જઇને ચા મૂકી.
મંગાળામાં લાકડાનો વેઢો મૂકી તાપણું કર્યું.
દાતણ કરીને મોહન આવ્યો.
પોષના પરોઢિયાની ટાઢ,તાપણું,ઊની ઊની ચા અને લાજુડી નો હુંફાળો સથવારો...
મોહનનું જીવતર તો કંકુવરણું થઇ ગયું.
મીઠી મીઠી વાતું કરતાં કરતાં લાજુએ ચાર રોટલા ઢીબી નાખ્યા.
ગોળનું દડબું,માખણનો લોંદો અને તાંહળી ભરીને દૂધનું શિરામણ કરાવીને
બે રોટલા પછેડીમાં બાંધીને મોહનને ત્યાર કર્યો.ઢોર છોડીને મોહને ડેલીની બા'ર પગ માંડ્યા.
"લાજું,તને મેલીને વગડે જાવું ગમતું નથી..!"
"ગાંડા કાઢ્ય મા ! હાંજે તારી વાટ જોઇને હું આંયા જ ઊભી હશ...જા હવે. !
અને જો ટાણાંસર બાપોરા કરી લેજે...વે'લો આવજે...!"
અને બેય માણહની આંખ્યુંએ કંઈક વાત કરી લીધી.
ઢોર લઈને જતાં મોહનને લાજું જોઈ રહી...
"કેટલો ભોળો મારો વર !બવ વા'લો લાગે સે !
"ઠાકરમંદિરે ઝાલર વાગી.
ગોદાવરીમાં પ્રભાતિયું ગાતા'તાં-
"મોરલીવાળા મોહન વિના ઘડીયે ના રે'વાય રે.... "
(ધડકી=રજાઈ,ગોદડું// એવાતણ=સૌભાગ્ય//મંગાળો=૩ પથ્થરનો ચૂલો)

No comments:
Post a Comment