ડાક્લું,ડમરૂ,ભગવાન શિવજી અને મેલડીમાં .@અરવિંદ બારોટ.
**********************************************
મોરારીબાપુએ દેવીપૂજક સમાજની કથામાં ડાક્લું વગાડ્યું.
એટલે કોઈ એક ક્રાંતિકારી સજ્જને કાગારોળ મચાવી કે મોરારીબાપુ અંધશ્રદ્ધા ફેલાવે છે.
મેલડીમાં અને હનુંમાંન ચાલીસાનો પ્રચાર કરે છે.એટલે મેં બહુ જ નમ્રતાપૂર્વક લખ્યું કે -
-ડાક્લું એ સૃષ્ટિનું આદિ વાદ્ય છે.શિવજીએ પ્રકટ કર્યું અને પ્રથમ વગાડ્યું.
શિવ અને શક્તિ અભિન્ન છે એટલે ડાક્લું વગાડવાથી શક્તિ રાજી થાય છે.
ચિત્રો અને મૂર્તિમાં શિવજીના હાથમાં જે ડમરૂ હોય છે તે ડાક્લાનું મૂળ રૂપ છે.
ડાક્લાને અંધશ્રદ્ધા સાથે ન જોડી શકાય.
(આ સંગીતની વાત છે,દરેક વાતમાં દખલ કરવા જેટલો સર્વજ્ઞ તો કોઈ ન હોય )
-આદિશક્તિ એક જ છે.એના મૂળ ત્રણ સ્વરૂપ -મહાસરસ્વતી,મહાલક્ષ્મી અને મહાકાલી...
મલીન યુદ્ધનીતિ વાળા અસુરના સંહાર માટે મહાકાળીએ જે વિશેષ રૂપ લીધું તે મેલડીના નામથી પૂજાય છે..
મેલડીમાં એ કોઈ ભૂત-પ્રેત નથી,પણ મહાકાળીનું જ રૂપ છે.
-દુનિયાનું પ્રથમ જ્ઞાન એટલે ચાર વેદ-ઋગ્વેદ,સામવેદ,યજુર્વેદ અને અથર્વવેદ.
આમાં સામવેદ એ સંગીતનો વેદ છે.
સામવેદની ઋચાઓ જે સ્વરમાં ગવાતી એ જ સ્વરો હજારો વર્ષ પછી પણ ડાકલા સાથે ગવાતી વેરાડીમાં
એ જ સ્વરૂપે જળવાયા છે..
હવે એ વિદ્વાન સજ્જન કહે છે કે ડાક-ડમરૂની વાત તો અનુમાન છે.
કેમ કે શિવજી થયા હતા એ જ એક અનુમાન છે.
(હિમયુગ,પાષાણયુગ અને ડાર્વિન નો સિધ્ધાંત પણ અનુમાન જ છે ને !)
શિવજીના ચિત્રો કાલ્પનિક છે.શિવજી થયા હોય તો કૈલાસ પર્વત કેમ ચીનમાં છે ?
તો એમના કોઈ ટેકેદારે એવું કહ્યું કે ચીનાઓ શિવજીના સંતાનો હોય એમ ન બને ?લ્યો,બોલો !
મિત્રો,હિંદુ ધર્મ ની હાલત કોઈ ગરીબ માણસની રૂપાળી પત્ની જેવી થઇ ગઈ છે.
રસ્તે જતો કોઈ પણ એની છેડતી કરે !
દરેક ધર્મને આદર આપવો એ આપણી સંસ્કૃતિ છે.

No comments:
Post a Comment