વીંછી કરડ્યો @ અરવિંદ બારોટ.
--------------
વન વગડામાં છાણાં વીણતાં,
વીંછી કરડ્યો,હમ્બો હમ્બો.
ઝેર ચડ્યાં : વાદીડો ગોતું,
નગરી નગરી, ગામ - ટીંબો.
જંતર - મંતર ફૂંક મરાવો,
પાપીડો વીંછી ઊતરાવો
ટચલીએ ટચકાવ્યો વેરી,
પેડુ પીડા : હાય, અચંબો !
રૂંવે રૂંવે લાયું લાગી,
જોવનાઈની ઝાળું લાગી,
રગ રગના લવકારે ઊગ્યા,
ઉજાગરા તો લૂમ્બો -ઝુમ્બો.
કાયાની વાડી વેડાવું,
વીંછીના વખડાં ઝેરાવું,
તનડાની તાંસળિયે ઘૂંટ્યો
નેણેથી છલકાય કહુંબો.
વન વગડામાં છાણાં વીણતાં,
વીંછી કરડ્યો, હમ્બો હમ્બો.
--------------
વન વગડામાં છાણાં વીણતાં,
વીંછી કરડ્યો,હમ્બો હમ્બો.
ઝેર ચડ્યાં : વાદીડો ગોતું,
નગરી નગરી, ગામ - ટીંબો.
જંતર - મંતર ફૂંક મરાવો,
પાપીડો વીંછી ઊતરાવો
ટચલીએ ટચકાવ્યો વેરી,
પેડુ પીડા : હાય, અચંબો !
રૂંવે રૂંવે લાયું લાગી,
જોવનાઈની ઝાળું લાગી,
રગ રગના લવકારે ઊગ્યા,
ઉજાગરા તો લૂમ્બો -ઝુમ્બો.
કાયાની વાડી વેડાવું,
વીંછીના વખડાં ઝેરાવું,
તનડાની તાંસળિયે ઘૂંટ્યો
નેણેથી છલકાય કહુંબો.
વન વગડામાં છાણાં વીણતાં,
વીંછી કરડ્યો, હમ્બો હમ્બો.
No comments:
Post a Comment