એક નામ.......@અરવિંદ બારોટ.
--------------
લાજુનું નામ તો સાકરની કણી
ઓગળીને થાય એક મીઠપનો દરિયો....
*
હા, લાજુનું નામ એટલે...
સત્યનારાયણની કથાના પરસાદની મીઠાશ....!
જોગંદરની ધૂણીના ધુમાડા જેવો ગેબી આભાસ છે આ નામ...!
અગોચર છે એની હયાતીનું સરનામું....
તોય ઈશ્વરની વાણી જેવું વજૂદ છે આ નામમાં....!
લીલવણી બાંધણીની ભાત્ય જેવું રઢિયાળું છે આ નામ....!
નવોઢાના પાનેતર જેવી સોડમ છે આ નામમાં....!
એટલે જ કહું છું,
બિલોરી કાચમાં દેખાય એ તો ભ્રમણા...!!!
આંખની કીકી જ સાચી......!

No comments:
Post a Comment