એ તો ના ચાલે.....!!..@ અરવિંદ બારોટ
_______________
તું તારો કક્કો કૂટે, એ તો ના ચાલે.
તું ચગતી પતંગ લૂંટે, એ તો ના ચાલે.!
જો, સરવાળાની વદ્દી જેવો કાળ ઊભો છે,
તું નકરાં મીંડાં ઘૂંટે, એ તો ના ચાલે.!
સભર કર્યો મેં,છલકાવ્યો મેં કાંઠા સુધી,
તું ટીપેટીપે ખૂટે, એ તો ના ચાલે.!
પહેરણ જાણી અવસર ટાણે પહેર્યો મેં તો,
તું ટાંકેટાંકે તૂટે, એ તો ના ચાલે.!
મઘમઘતો આ બાગ તને મેં સોંપી દીધો,
તું કાંટા-કંકર ચૂંટે, એ તો ના ચાલે.!
સમજણની જે ગઠરી બાંધી માથે મૂકી,
એ મારગ વચ્ચે છૂટે , એ તો ના ચાલે.!
ખૂબ તપાવી નિંભાડામાં મનની મટકી,
એ રમતાં રમતાં ફૂટે, એ તો ના ચાલે !
_______________
તું તારો કક્કો કૂટે, એ તો ના ચાલે.
તું ચગતી પતંગ લૂંટે, એ તો ના ચાલે.!
જો, સરવાળાની વદ્દી જેવો કાળ ઊભો છે,
તું નકરાં મીંડાં ઘૂંટે, એ તો ના ચાલે.!
સભર કર્યો મેં,છલકાવ્યો મેં કાંઠા સુધી,
તું ટીપેટીપે ખૂટે, એ તો ના ચાલે.!
પહેરણ જાણી અવસર ટાણે પહેર્યો મેં તો,
તું ટાંકેટાંકે તૂટે, એ તો ના ચાલે.!
મઘમઘતો આ બાગ તને મેં સોંપી દીધો,
તું કાંટા-કંકર ચૂંટે, એ તો ના ચાલે.!
સમજણની જે ગઠરી બાંધી માથે મૂકી,
એ મારગ વચ્ચે છૂટે , એ તો ના ચાલે.!
ખૂબ તપાવી નિંભાડામાં મનની મટકી,
એ રમતાં રમતાં ફૂટે, એ તો ના ચાલે !
No comments:
Post a Comment