Friday, January 2, 2015

કઈ રીતે ...? @અરવિંદ બારોટ.

કઈ રીતે ...? @અરવિંદ બારોટ.
-------------

ભીંત જેવી ભીંત ઠંડી ગાર છે,
પોપડા બાળું હવે હું કઈ રીતે?

આજ હેમાળે અગનના ઓઢણાં,
જાતને ગાળું હવે હું કઈ રીતે ?

શબ્દ બાળ્યા ,શબ્દ ઠાર્યા, ને વરાળો !
મૌન ઉકાળું હવે હું કઈ રીતે ?-

દેહ-ધૂણી ધખધખે છે પાદરે,
પ્રેત પરજાળું હવે હું કઈ રીતે ?

No comments:

Post a Comment