તો હું માનું.........@ અરવિંદ બારોટ
-------------------
હું બોલું તે પહેલા પડઘો પડે, તો હું માનું,
રમતાં રમતાં રામ-રમકડું જડે,તો હું માનું.
કાયાદેવળ: આતમરાજા રમે,જળહળ જ્યોતે,
દાંડી વિના નોબત જો ગડગડે, તો હું માનું.
કાલિન્દીનો કાંઠો છે:હું રમું, ગ્વાલા સંગે,
દામોદર જો રમવા આવે દડે, તો હું માનું.
અમલકટોરા છલકાતા હો ભલે,મીટ ન માંડું,
પીધા વિના કેફ અનેરો ચડે, તો હું માનું.
હૈયામાં તો મીણ ભર્યું છે અને ધખતી ધૂણી,
આંખોમાંથી રેલા ના દડદડે, તો હું માનું.
તુલસીના પાંદે તોળેલો તને બોડાણાએ,
તોલ હવે જો થાય ધરમના ધડે,તો હું માનું.
-------------------
હું બોલું તે પહેલા પડઘો પડે, તો હું માનું,
રમતાં રમતાં રામ-રમકડું જડે,તો હું માનું.
કાયાદેવળ: આતમરાજા રમે,જળહળ જ્યોતે,
દાંડી વિના નોબત જો ગડગડે, તો હું માનું.
કાલિન્દીનો કાંઠો છે:હું રમું, ગ્વાલા સંગે,
દામોદર જો રમવા આવે દડે, તો હું માનું.
અમલકટોરા છલકાતા હો ભલે,મીટ ન માંડું,
પીધા વિના કેફ અનેરો ચડે, તો હું માનું.
હૈયામાં તો મીણ ભર્યું છે અને ધખતી ધૂણી,
આંખોમાંથી રેલા ના દડદડે, તો હું માનું.
તુલસીના પાંદે તોળેલો તને બોડાણાએ,
તોલ હવે જો થાય ધરમના ધડે,તો હું માનું.
No comments:
Post a Comment