અંતરની માયાનું શું ?....@ અરવિંદ બારોટ
---------------------
ફોરમ તો કાયામાં સંતાડી દઉં, પણ અત્તરના ફાયાનું શું ?
ફાયો તો કમખાના ગુંજે રાખું ,પણ મઘમઘતી કાયાનું શું ?
ફળિયામાં બેસું તો તડકો રંઝાડે, ને શેરીમાં વરણાગી વાયરો,
દોમદોમ સાયબી હેલે ચડી રે કાંઈ ઝૂમે ઉમળકાનો ડાયરો;
છાનું રે છપનું તો ઘરમાં ગવાય,પણ મેળામાં ગાયાનું શું ?
હૈયાનો હિંડોળો ઝૂલ્યા કરે,ને એની દોરી તાણીને હું થાકી,
કાચી ઉમરમાં કોને જઇ કહેવું કે આંખ્યું ઉજાગરે પાકી !;
માયા મનેખની મેલીયે દઉં,પણ અંતરની માયાનું શું ?
૨૫ એપ્રિલ,૨૦૧૪

No comments:
Post a Comment