Saturday, January 7, 2012

હોય,ઘણા લોકો આવા હોય !@અરવિંદ બારોટ


હોય,ઘણા લોકો આવા હોય !@અરવિંદ બારોટ.
*****************************
ઘણા લોકો ઠેલણગાડી જેવા હોય છે--ધક્કા મારીએ તો જ ચાલે !
ઘણા ટ્રેલર જેવા હોય છે--ખેંચીને આગળ લઇ જવા પડે !
ઘણા વળી હોડી જેવા હોય --હલેસાં માર્યે જ છૂટકો !
ઘણા હોય પતંગ જેવા--દોરીથી બાંધ્યા ન હોય તો જાય ભાગ્યા !
ઘણા વળી ફૂટબોલ જેવા હોય--ક્યાં જઈને બાઉન્સ થશે,કહી ન શકાય !
ઘણા હોય ફૂલેલા ફુગ્ગા જેવા--અભિમાનની હવાથી ભરેલા,જાણે હમણાં ફાટશે !
ઘણા વળી નિયોન લાઈટ જેવા હોય--લાબૂક-ઝબૂક થયા જ કરે !
ખૂબ ઓછા લોકો હોય -ઘડિયાળ જેવા--નિખાલસ ચહેરો,સમયની સૂઝ,ચૂપચાપ અવિરત કાર્ય !

No comments:

Post a Comment