Saturday, January 7, 2012

હજારો ગુના માફ કરીને પણ આકંઠ ચાહવું એ જ પ્રેમ (સ્નેહા પટેલની વાર્તા- "સાવ અચાનક" નો પ્રતિભાવ)


Arvind Barot
હજારો ગુના માફ કરીને પણ આકંઠ ચાહવું એ જ પ્રેમ (સ્નેહા પટેલની વાર્તા- "સાવ અચાનક" નો પ્રતિભાવ)
*******************************************************************
મારી એક અંગત માન્યતા છે કે 'સમય આપી શકે તે સંબંધ.....મિલન માટે ઉભય પક્ષે સમાન ઝંખના ન હોય તો પ્રેમની અસમતોલ માત્રાને કારણે પ્રેમની હવેલી ગમે ત્યારે તૂટી પડે છે.'..પણ સ્નેહા પટેલની 'સાવ અચાનક'વાર્તામાં મારી માન્યતાનો છેદ ઊડતો જોઇને હું રાજી થયો છું.વાર્તાનો નાયક લાચાર હોય કે બેપરવા,પણ નાયિકાની ચાહતમાં એ બાબતની કડવાશનું એક બૂંદ પણ નથી પડતું..લેખિકાની શૈલી સરળ,રસાળ અને પ્રવાહિત છે એટલે નાયિકાના ચિત્તમાં ચાલતા મૃદુ આવર્તનોમાં વાચક સરોવરના મોજાની જેમ હળવેકથી કાંઠે પહોચે છે.બુલબુલના રુધિરથી લાલ થયેલું સફેદ ગુલાબ અને મોબાઈલ-સ્ક્રીનને ચૂમવાથી એનું બંધ પડી જવું -જેવા કોમળ કોમળ નકશીકામથી વાર્તા આંખથી નહિ,પણ હૃદયથી વાંચવા જેવી લાગે છે.નાયિકાના સુક્ષ્મ મનોમંથનને વ્યક્ત કરવામાં લેખિકાની ક્ષમતા કાબિલ-એ-દાદ છે.હજારો ગુના માફ કરીને પણ ચાહવાની ઊંચાઈ સર કરતી નાયિકાને પ્રણામ કરવાનું મન થાય..અને આવી સરસ વાર્તા માટે સ્નેહા પટેલની સર્જકતાને સલામ.

No comments:

Post a Comment