તું મને બહુ વહાલી છે..!.@ અરવિંદ બારોટ.
********************************
પત્ની:-હું તમને બહુ વહાલી છું ?
પતિ:-હા;તું મને બહુ વહાલી છે,મારા જીવથી પણ વધુ.
પત્ની:-આટલા બધા વહાલનું કારણ ?
પતિ:-કારણ કે તું મને ગમે છે.
પત્ની:-ગમવાનું કંઈ કારણ ?
પતિ:-કારણ કંઈ નહિ, બસ ...તું મને ગમે છે. અને ગમવા ના કોઈ કારણ ન હોય.
પત્ની:-તમારી પત્ની છું, એટલે ?
પતિ:-ના,પત્ની ન હતી ત્યારે પણ આટલી જ ગમતી હતી.
પત્ની:-એનું શું કારણ ?
.(...અને આખરે પત્નીની જીદ સામે હારીને પતિએ કારણો જણાવ્યાં.)
પતિ:-કારણ કે તું બહુ સુંદર છે,તારો અવાજ બહુ મીઠો છે,તું મારી બહુ સંભાળ રાખે છે,તું મને બહુ ચાહે છે...
(પત્ની રાજી રાજી થઇ ગઈ....પણ નસીબની નજર લાગી ગઈ,આ નિર્દોષ પ્રેમી પારેવાં ઉપર દુખના ડૂંગર તૂટી પડ્યા.પત્ની અકસ્માતે દાઝી ગઈ.સુંદર ચહેરો અને રૂપાળી કાયા પર કુરૂપતાની છાંયા ઢળી ગઈ.માત્ર આંખ અને કાન સિવાય આખું શરીર નિષ્ક્રિય થઇ ગયું. હોસ્પિટલની પથારીમાં સૂતેલી પત્નીને માથે હાથ ફેરવીને પતિએ એટલું જ કહ્યું.)
પતિ:-તું મને કેમ ગમે છે એના કારણો ત્યારે પણ જરૂરી ન હતા,આજે પણ જરૂરી નથી.એ કારણોમાંથી અત્યારે કંઈ જ રહ્યું નથી,તો પણ..તું ત્યારે પણ મને બહુ વહાલી હતી,અને આજે પણ બહુ વહાલી છે.

No comments:
Post a Comment