કળિયુગ-પુરાણ @અરવિંદ બારોટ.
*********************
કથા-૧.
યુરોપના કોઈ એક શહેરનું કબ્રસ્તાન.
એક કબર પાસે બેસીને એક સુંદર યુવતી હાથમાં પંખો લઇને કબરને હવા નાંખતી હતી.
પસાર થતા એક સજ્જને પૂછ્યું,"કોની કબર છે,મેડમ ?
યુવતીએ જવાબ આપ્યો,"મારા પતિની..."
પેલા સજ્જનને થયું-"વાહ !કેવી અદભૂત પતિ-ભક્તિ છે આ સ્ત્રીની !પતિને કબરમાં ગરમી ન થાય એટલે મર્યા પછી પણ હવા નાખે છે !મરનાર માણસ કેવો ભાગ્યશાળી હશે,જેને આવી પ્રેમાળ પત્ની મળી !
તોય કુતૂહલથી પૂછ્યું,"તમે કબરને હવા કેમ નાખો છો ?
યુવતી બહુ જ સ્વસ્થતાથી બોલી,"મેં મારા પતિને વચન આપેલું કે એની કબર નહિ સુકાય ત્યાં સુધી હું બીજા લગ્ન નહિ કરું.બસ,એ વચન નિભાવવા માટે કબર સૂકવું છું."
(હે પ્રેમભગવાન !એ કબરમાં સૂતેલાને ફળ્યા એવા સૌને ફળો !)

No comments:
Post a Comment